Baby Care

Follow these tips while baby blocked nose

Child Care: બાળકો જ્યારે નાના હોય ત્યારે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આટલું જ નહીં આ સમયે પેરેન્ટ્સ પણ હેરાન થતા હોય છે. કારણકે ઉંમર નાની હોવાને કારણે બાળક બોલી શકતુ નથી અને આપણે એ વાતને જલદી સમજી શકતા નથી, જેના કારણે શરીરમાં કોઇ તકલીફ થાય ત્યારે એ રડ્યા કરે છે. આમ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બાળકને જ્યારે શરદી થાય છે ત્યારે બીજી અનેક તકલીફો પડતી હોય છે, જેમાં નાક બંધ થઇ જવા પર બાળક અને પેરેન્ટ્સ ખૂબ હેરાન થતા હોય છે. તો જાણો નાક બંધ થઇ જાય ત્યારે શું કરશો.

આ પણ વાંચો:પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાના લક્ષણો

નાના બાળકોને શરદી કેમ જલદી થઇ જાય છે?

વાત કરવામાં આવે તો નાના બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે જેના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓની ઝપેટમાં જલદી આવી જાય છે. એક વર્ષથી નાના બાળકોને નાક બંધ થવાની ફરિયાદ વધારે રહેતી હોય છે. નાસિકા માર્ગ બહુ પાતળો અને નાનો હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ કારણે બાળક રડ્યા કરે છે. એવામાં તમે આ ઘરેલુ નુસખાઓ અજમાવો છો તો સૌથી બેસ્ટ છે. આ નુસખાઓથી બંધ નાક ખોલવામાં મદદ કરશે અને રાહત થશે.

સમયે સ્તનપાન કરાવો

નાના ભૂલકાઓની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે. આમ, તમને જણાવી દઇએ કે માતાનું દૂધ ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આ માટે શરમ રાખ્યા વગર સમય પર સ્તનપાન કરાવો.

આ પણ વાંચો:બાળકોમાં ડાયાબિટીસ થવાના લક્ષણો

સરસિયાના તેલથી છાતીમાં માલિશ કરો

સરસિયાના તેલને હુંફાળુ કરી લો. હવે આ તેલથી છાતી પર માલિશ કરો. આ તેલ છાતીમાં, નાકની આસપાસ, માથા પર એમ દરેક જગ્યાએ લગાવો. આમ કરવાથી નાક ખુલી જશે અને આરામ મળશે.

નિલગીરી

બાળકોના કપડા પર આછુ નિલગીરી તેલ લગાવો. તમે જ્યારે બાળકને નવડાવો ત્યારે ડોલમાં બેથી ત્રણ ટીપાં નિલગીરીના એડ કરી લો.

પગના તળિયામાં ઘી ઘસો

આ એક અસરકારક ઉપાય છે. બાળકોના પગના તળિયામાં કાંસાની વાટકીથી ઘી ઘસો. આમ કરવાથી શરદીમાંથી રાહત થઇ જાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Related Articles

Back to top button