Baby Care

How to care newborn baby

News18 Gujarati | October 04, 2023, 21:00 IST | |

Published by: Niyati Modi

Newborn Baby care: બાળકોની કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. આમ વાત કરવામાં આવે તો ઘણાં બધા નાના બાળકોનું માથું ચપટું હોય છે. આ માથાને ગોળ કરવા માટે તમે આ ટિપ્સ ફોલો કરો છો તો સૌથી બેસ્ટ છે.

 Parenting Tips: બાળકનું માથુ બહુ મુલાયમ હોય છે. નવજાત બાળકનો જન્મ થાય ત્યારે એના શરીરના અંગો એકદમ નાજુક હોય છે. આ સાથ ખોપડી અને હાડકાં એકદમ નરમ હોય છે. ધીરે-ધીરે શરીરમાં લોહી ભરાતા બોડીના ભાગ મજબૂત થતા હોય છે. એવામાં તમે બાળકની કેર પ્રોપર રીતે કરતા નથી તો અનેક ખાંપણો રહી જાય છે. આ માટે નાના ભૂલકાઓની કેર યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે. બાળકની યોગ્ય રીતે કેર કરવામાં ના આવે તો માથાનો આકાર ચપટો થઇ જાય છે. તમે ઘણી વાર નોટિસ કર્યુ હશે તો તમને ખ્યાલ હશે કે ઘણાં બધા બાળકના માથા ચપટાં હોય છે. આમ, તમે આ ટિપ્સ ફોલો કરશો તો બાળકનું માથું ગોળ થઇ જશે.

1/ 5

પેટના બળ પર સુવડાવો: તમારા બાળકનું માથુ ચપટું થઇ ગયુ છે તો તમે પેટના બળ પર સુવડાવવાની આદત પાડો. આમ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. સારી હેલ્થ માટે નાના બાળકોને પેટના બળ પર સુવડાવવુ ખૂબ જરૂરી છે. પેટના બળ પર બાળકને ઊંઘાડવાથી ગરદન અને કમરની માંસપેશિઓ એક્ટિવ અને મજબૂત થાય છે. આ સિવાય માથાનું વજન પણ કંટ્રોલમાં રહે છે જેના કારણે ચપટું હોવાની સંભાવના ઓછી રહે છે.

ઘોડિયામાં વધારે સમય સુવડાવશો નહીં: તમારું બાળક નાનું છે તો વધારે લાંબા સમય સુધી ધોડિયામાં ઊંઘાડશો નહીં. નોર્મલ રુના ગાદલા પણ ઊંઘાડવાની આદત પાડો. આમ કરવાથી માથાનો આકાર ગોળ થાય છે. બાળકનું માથુ ચપટું છે અને તમે ઘોડિયામાં લાંબા સમય સુધી ઊંઘાડો છો તો ગોળ થવાના ચાન્સિસ ઓછા રહે છે.

ઊંઘવાની પોઝિશન બદલો: બાળકને તમે જ્યારે ઊંઘાડો ત્યારે થોડી-થોડી વારે એના પડખાં બદલતા રહો. તમે એકની એક દિશામાં લાંબો સમય સુધી ઊંઘાડો છો તો અનેક ઘણી તકલીફો વધી શકે છે. આ માટે નાના બાળકની ઊંઘવાની દિશા બદલતા રહો જેથી કરીને માથાની પોઝિશન બદલાશે જેના કારણે ચપટું માથુ ગોળ થશે.

રાઇના દાણાંમાંથી તકિયો બનાવો: ચપટાં માથાના આકારને ગોળ કરવા માટે તમે રાઇમાંથી બનેલા તકિયાનો ઉપયોગ કરો. આ તકિયાનો ઉપયોગ બાળકના 6 મહિના પછી કરવાનો છે. લાંબા સમય સુધી તકિયા પર ઊંઘાડશો નહીં. થોડા ટાઇમમાં ચેન્જ કરી લો. (તસવીર: પ્રતિકાત્મક) (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) 

Source link

Related Articles

Back to top button